1
2માનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણા
3પ્રારુતાવિક
4
5કેમ કે માનવકુટુંબના દરેક સભ્યની પરંપરા-પ્રાપ્ત પ્રતિષ્ઠાને અને સમાન અને અસંકામ્ય અધિકારોને માન્યતા આપવી એ જગતની સ્વતંત્રતા, ન્યાય અને શાંતિનો પાયા છે,
6
7કેમ કે માનવ અધિકારોની ઉપેક્ષા અને અપમાન કરવાથી એવાં જંગલી કત્યો પરિણમ્યાં છે કે જેણે માનવજાતના અંતઃકરણમાં બળવો જગવ્યો છે અને સામાન્ય લોકોની ઊંચામાં ઊંચી મહત્ત્વાકાંક્ષા તરીકે એવી દુનિયાના આગમનની જાહેરાત કરવામાં આવી છે, જેમાં માનવો વાણી અને વિચારની સ્વતંત્રતા ભોગવશે અને ભય તથા અછતમાંથી મુકિત મેળવશે,
8
9કેમ કે જો માણસને આખરી ઉપાય તરીકે જુલમ અને અત્યાચાર સામે બળવો પોકારવાનો આશ્રય લેવાનું દબાણ કરાવવું ન હોય તો કાયદાની સત્તા દ્વારા માનવ અધિકારોને રક્ષણ આપવું જોઇએ,
10
11કેમ કે રાષ્ટ્રો વચ્ચે મૈત્રીસંબંધોનો વિકાસ બઢાવવાનું જરૂરી છે,
12
13કેમ કે સંયુકત રાષ્ટ્રોના લોકોએ ખતપત્રમાં મૂળભૂત માનવ અધિકારોમાં માનવીની પ્રતિષ્ઠા અને મૂલ્યમાં અને સ્રીપુરુષોના સમાન અધિકારોમાં તેમની શ્રદ્ધા પુનઃ સ્થાપિત કરી છે અને વિશાળતર સ્વાતંત્ર્યમાં સામાજિક પ્રગતિ અને ઉચ્ચ જીવનધોરણ બઢાવવાનો નિશ્ચય કર્યો છે,
14
15કેમ કે સભ્ય રાજ્યોએ સંયુકત રાષ્ટ્રોના સહકારમાં માનવ અધિકારોના અને મૂળભૂત સ્વતંત્રતાઓના વિશ્વવ્યાપી માનમાં વૃદ્ધિ કરવાની અને તેનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી છે,
16
17કેમ કે આ પ્રતિજ્ઞાની સંપૂર્ણ સિદ્ધિ માટે આવા અધિકારો અને સ્વતંત્રતાઓની સામાન્ય સમજણ હોવી એ ખૂબ જ મહત્ત્વનું છે,
18
19એટલે હવે,
20
21સામાન્ય સભા
22
23સર્વ ભોકો અને રાષ્ટ્રો માટે સિદ્ધિના સામાન્ય ધોરણ તરીકે માનવ અધિકારોની આ વિશ્વવ્યાપી ઘોષણાની એવા હેતુથી જાહેરાત કરે છે, કે દરેક વ્યક્તિ અને સમાજનું દરેક અંગ, આ ઘોષણાને સતત ધ્યાનમાં રાખીને ઉપદેશ અને શિક્ષણ દ્વારા આ અધિકારો અને સ્વતંત્રતાઓ માટે માનની લાગણી પ્રગટઃવવા અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રગતિશીલ ઉપાયો દ્વારા, સભ્ય રાજ્યોના લોકોમાં તેમજ તેમની હકુમત હેઠળના પ્રદેશોમાંના લોકોમાં તેનો સર્વસામાન્ય અને અસરકારક સ્વીકાર અને પાલન કરાવવા માટે પ્રયત્ન કરશે.
24અનુચ્છેદ ૧:
25
26પ્રતિષ્ઠા અને અધિકારોની દૃષ્ટિએ સર્વ માનવો જન્મથી સ્વતંત્ર અને સમાન હોય છે. તેમનામાં વિચારશક્તિ અને અંતઃકરણ હોય છે અને તેમણે પરસ્પર બંધુત્વની ભાવનાથી વર્તવું જોઇએ.
27અનુચ્છેદ ૨:
28
29દરેક વ્યક્તિને જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મે, રાજકીય અથવા બીજા અભિપ્રાય, રાષ્ટ્રીય અથવા સામાજિક ઉદ્ભવસ્થાન, મિલકત, જન્મ અથવા મોભા જેવા કોઇપણ જાતના ભેદભાવ વગર આ ધોષણામાં રજૂ કરવામાં આવેલા સધળા અધિકારો અને સ્વતંત્રતા ભોગવવાનો હક્ક છે.
30
31વધુમાં કોઇપણ વ્યક્તિ તે સ્વતંત્ર, ટ્રસ્ટ હેઠળના સ્વશાસન હેઠળ ન હોય તેવા અથવા સાર્વભામત્વની બીજી કોઇપણ મર્યાદા હેઠળ આવેલા દેશ અથવા પ્રદેશની હોય તો પણ રાજકીય, હફમવવિષયક અથવા આંતરરાષ્ટ્રીય મોભાના ધોરણે તેની સાથે કોઇપણ ભેદભાવ રાખવામાં આવશે નહિ.
32અનુચ્છેદ ૩:
33
34દરેક વ્યક્તિને જીવવાનો, સ્વતંત્રતાનો અને સ્વરક્ષણનો અધિકાર છે.
35અનુચ્છેદ ૪:
36
37કોઇને પણ ગુલામી અથવા પરાધીન દશામાં રાખવામાં આવશે નહિ; દરેક પ્રકારની ગુલામી અને ગુલામોના વેપાર પર પ્રતિબંધ મૃકવામાં આવશે.
38અનુચ્છેદ ૫:
39
40કોઇપણ વ્યક્તિની ઉપર જુલમ ગુજારવામાં આવશે નહિ અથવા તેની સાથે ધાતકી, અમાનુષી અથવા હલકા પ્રકારનો વર્તાવ રાખવામાં આવશે નહિ અથવા તેવા પ્રકારની શિક્ષા કરવામાં આવશે નહિ.
41અનુચ્છેદ ૬:
42
43દરેક વ્યક્તિને દરેક હેકાણે કાયદાની સમક્ષ માનવ તરીકે સ્વીકાર કરાવવાનો અધિકાર છે.
44અનુચ્છેદ ૭:
45
46કાયદા સમક્ષ સર્વ માણસો સમાન છે અને કોઇપણ જાતના ભેદભાવ વગર કાયદાનું રક્ષણ સમાન ધોરણે મેળવવાને હક્કદાર છે. આ ધોષણાનો ભંગકરીને કોઇપણ જાતના ભેદભાવ સામે અને આવા ભેદભાવ જગાવવામાં, કોઇપણ જાતની ઉશ્કેરણી કરવા સામે સમાન રક્ષણ મેળવવાનો સર્વને હક્ક છે.
47અનુચ્છેદ ૮:
48
49દરેક વ્યક્તિને સંવિધાન અથવા કાયદા દ્વારા તેને મળેલા મૂળભૂત અધિકારોનો ભંગ કરતા કૃત્યો માટે સક્ષમ રાષ્ટ્રીય ન્યાયાધિકરણ દ્વારા અસરકારક ઉપાયો લેવાનો હક્ક છે.
50અનુચ્છેદ ૯:
51
52કોઇપણ વ્યક્તિને આપખુદ રીતે ગિરફતાર કરવામાં, અટકઃયતમાં રાખવામાં અથવા દેશનિકાલ કરવામાં આવશે નહિ.
53અનુચ્છેદ ૧૦:
54
55દરેક વ્યક્તિને પોતાના અધિકારો અને બંધનોના અને તેની વિરુદ્ધ કોઇપણ ફોજદારી આરોપના નિર્ણયમાં કોઇ સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયાધિકરણ દ્વારા વ્યાજબી અને જાહેર સુનાવણી કરાવવાનો સંપૂર્ણ સમાન ધોરણે અધિકાર છે.
56અનુચ્છેદ ૧૧:
57
58(૧) જેની ઉપર ફોજદારી ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો હોય તેવી દરેક વ્યક્તિને ગુનાની જાહેર તપાસણી વખતે તેના બચાવ માટે સધળી જરૂરી બાંયધરીઓ આપવામાં આવી હોય છે. કાયદા પ્રમાણે ગુનેગાર સાબીત થાય ત્યાં સુંધી પોતાને નિર્દોષ માનવાનો અધિકાર છે.
59
60(૨) કોઇપણ વ્યક્તિ, કોઇપણ કૃત્ય અથવા કસૂર જે વખતે કરી હોય અથવા થઇ હોય તે વખતે રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ તે કૃત્ય અથવા કસૂર ફોજદારી ગુનો ગણાતો ન હોય તો તે કારણે કોઇપણ ફોજદારી ગુના માટે તે ગુનેગાર ગણાશે નહિ તેમજ તેને તે ફોઝદારી ગુનો થયો હોય તે વખતે લાગુ પડતી હોય તેવી શિક્ષા કરતાં વધુ ભારે શિક્ષા પણ કરવામાં આવશે નહિ.
61અનુચ્છેદ ૧૨:
62
63કોઇપણ વ્યક્તિના એકાન્ત, કુટુંબ, ઘર અથવા પત્રવ્યવહારમાં આપખુદીપણે દખલગીરી કરવામાં આવશે નહિ તેમજ તેના માન અને પ્રતિષ્ઠા પર આક્રમણ કરવા દેવામાં આવશે નહિ. આવી દખલગીરી અથવા આક્રમણ સામે કાયદાનું રક્ષણ માગવાનો દરેકને અધિકાર છે.
64અનુચ્છેદ ૧૩:
65
66(૧) દરેક વ્યક્તિને દરેક રાજ્યની હદની અંદર સ્વતંત્ર રીતે હરવાફરવા અને વસવાનો અધિકાર છે.
67
68(૨) દરેક વ્યક્તિને પોતાનો તેમજ બીજો કોઇ પણ દેશ છોડી જવાનો અને પોતાના દેશમાં પાછા ફરવાનો અધિકાર છે.
69અનુચ્છેદ ૧૪:
70
71(૧) દરેક વ્યક્તિને જુલ્મમાંથી છટકીને બીજા દેશોમાં આશ્રય લેવાનો, ભોગવવાનો અધિકાર છે.
72
73(૨) પરંતુ બીનરાજકીય ગુનાઓમાંથી અથવા સંયુકત રાષ્ટ્રોના હેતુઓ અને સિદ્ધાન્તોની વિરુદ્ધ હોય તેવાં કૃત્યોમાંથી ખરેખર ઉપસ્થિત થતા દાવાઓના કિસ્સામાં આવા અધિકારની માંગણી કરવી નહિ.
74અનુચ્છેદ ૧૫:
75
76(૧) દરેક વ્યક્તિને રાષ્ટ્રીયતાનો અધિકાર છે.
77
78(૨) કોઇપણ વ્યક્તિ પાસેથી આપખુદી રીતે તેની રાષ્ટ્રીયતાનો હક્ક ઝૂંટવી લેવામાં આવશે નહિ અથવા તેની રાષ્ટ્રીયતામાં ફેરફાર કરવાના હક્કથી તેને વંચિત રાખવામાં આવશે નહિ.
79અનુચ્છેદ ૧૬:
80
81(૧) જાતિ, રાષ્ટ્રીયતા કે ધર્મને લગતી કોઇપણ મર્યાદા વિના પુખ્ત વયના સ્ત્રીપુરુષોને લગ્ન કરવાનો અને કુટુંબ રચવાનો અધિકાર છે. લગ્ન વિશે, લગ્ન દરમિયાન અને જુદા પડતી વખતે તેઓ સમાન હક્કના અધિકારી છે.
82
83(૨) લગ્ન કરવાની ઇચ્છા રાખતા વરવહુની સ્વતંત્ર અને સંપૂર્ણ સંમતિથી જ લગ્ન કરવામાં આવશે.
84
85(૩) કુટુંબ એ સમાજનું સ્વાભાવિક અને મૂળભૂત સમૂહ એકમ છે અને સમાજ તેમજ રાજ્ય દ્વારા રક્ષણનું અધિકારી છે.
86અનુચ્છેદ ૧૭:
87
88(૧) દરેક વ્યક્તિને એકલા તેમજ બીજાની સાથે મિલકત રાખવાનો અધિકાર છે.
89
90(૨) કોઇપણ વ્યક્તિ પાસેથી તેની મિલકત આપખુદી રીતે ઝૂંટવી લેવામાં આવશે નહિ.
91અનુચ્છેદ ૧૮:
92
93દરેક વ્યક્તિને વિચાર, અંતઃ કરણુ અને ધર્મની સ્વતંત્રતાનો અધિકાર છે. આ અધિકારમાં તેનાં ધર્મ અથવા મઃન્યતામાં ફેરફાર કરવાની સ્વતંત્રતા અને પોતાના ધર્મ અથવા માન્યતાને શિક્ષણ, વ્યવહાર, ભક્તિ અને પાલન દ્વારા એકલાં અથવા બીજાઓની સાથે અને જાહેરમાં અથવા ખાનગીમાં પ્રગટ કરવાની સ્વતંત્રતાનો પણ સમાવેશ થાય છે.
94અનુચ્છેદ ૧૯:
95
96દરેક વ્યક્તિને અભિપ્રાય અને ઉચ્ચારણની સ્વતંત્રતાનો અધિકાર છે. આ અધિકારમાં દખલગીરી વિના અભિપ્રાયો ધરાવવાની સ્વતંત્રતા અને કોઇપણ માધ્યમ અને સરહદોથી પર માહિતી અને વિચારોની શોધ કરવાની, તેને પ્રાપ્ત કરવાની અને આઘન કરવાની સ્વતંત્રતાનો સમાવેશ થાય છે.
97અનુચ્છેદ ૨૦:
98
99(૧) દરેક વ્યક્તિને શાન્ત સભા અને મંડળી રચવાની સ્વતંત્રતાનો અધિકાર છે.
100
101(૨) કોઇપણ વ્યક્તિ પર અમુક મંડળીના સભ્ય યવાની ફરજ પાડી શકાય નહિ.
102અનુચ્છેદ ૨૧:
103
104(૧) દરેક વ્યક્તિને સીધી રીતે અથવા તો સ્વતંત્ર રીતે ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા પોતાના દેશાની સરકારમાં ભાગલેવાનો અધિકાર છે.
105
106(૨) દરેક વ્યક્તિને પોતાના દેશાની જાહેર નોકરીઓમાં સમાન પ્રવેશનો અધિકાર છે.
107
108(૩) જનતાની ઇચ્છા એ સરકારની સત્તાની ભૂમિકા રહેશે. આ ઇચ્છા સર્વમાન્ય અને સમાન મતાધિકાર અને ગુપ્ત મતદાન અથવા એવી સમાન સ્વતંત્ર મતદાન પદ્ધતિઓ વડે કરવામાં આવતી નિયતકાલિક અને શુદ્ધ ન્યૂંટણીઓ દ્વારા વ્યકત યશે.
109અનુચ્છેદ ૨૨:
110
111સમાજના દરેક સભ્ય તરીકે દરેક વ્યક્તિને સામાજિક સલામતીનો અધિકાર છે અને પોતાની પ્રતિષ્ઠા અને પોતાના વ્યક્તિત્વના સ્વતંત્ર વિકાસને માટે અનિવાર્ય એવા આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો, રાષ્ટ્રીય પરિશ્રમ અને આંતરરાષ્ટ્રીય સહકાર દ્વારા અને દરેક રાજ્યના સંચાલન અને સમૃદ્ધિ અનુસાર પ્રાપ્ત કરવાની તે અધિકારી છે.
112અનુચ્છેદ ૨૩:
113
114(૧) દરેક વ્યક્તિને કામ કરવાનો, નોકરીની સ્વતંત્ર પસંદગીનો, કામની ન્યાયી અને ફાયદાકારક શરતો અને બેકારીની સામે રક્ષણ મેળવવાનો અધિકાર છે.
115
116(૨) દરેક વ્યક્તિને કોઇપણ પ્રકારના ભેદભાવ વિના સમાન કાર્ય માટે સમાન પગાર મેળવવાનો અધિકાર છે.
117
118(૩) કામ કરનાર દરેક વ્યક્તિને તેના પોતાના અને તેના કુટુંબના માનવ પ્રતિષ્ઠાને લાયક અસ્તિત્વની ખાતરી આપતો ન્યાયી અને ફાયદાકારક બદલો મેળવવાનો અને જરૂર જણાય તો સામાજિક રક્ષણના બીજાં સાધનો મેળવવાનો અધિકાર છે.
119
120(૪) દરેક વ્યક્તિને પોતાના હિતોના રક્ષણને માટે ટ્રેડ યુનિયનો રચવાનો કે તમા જોડાવાનો અધિકાર છે.
121અનુચ્છેદ ૨૪:
122
123દરેક વ્યક્તિને કામના કલાકોની વ્યાજબી મર્યાદા અને પગાર સાથેની સામયિક રજાઓ સહિત આરામ અને કુરસદનો અધિકાર છે.
124અનુચ્છેદ ૨૫:
125
126(૧) દરેક વ્યક્તિને તેના પોતાના અને તેના કુટુંબની તંદુરસ્તી અને સુખને માટે આવશ્યક ખોરાક, કપડાંલત્તા, મકાન અને દાકતરી સંભાળ અને જરૂરી સામાજિક સેવાઓ સહિત જીવનધોરણનો અધિકાર છે અને બેકારી, માંદગી, અશકિત, વિધવાવસ્થા, વૃદ્ધાવસ્થા અથવા તેના કાખૂ બહારતા સંજેગોમાં આજીવિકાના અભાવ પ્રસગે તેને સલામતી મેળવવાનો અધિકાર છે.
127
128(૨) માતૃત્વ અને બાળપણ ખાસ સંભાળ અને મદદના અધિકારી છે. લગ્ન કે લગ્નની બહાર જન્મેલાં બધાં બાળકો એકજ પ્રકારનું સામાજિક રક્ષણ મોગવશે.
129અનુચ્છેદ ૨૬:
130
131(૧) દરેક વ્યક્તિને શિક્ષણનો અધિકાર છે. ઓછામાં ઓછું પ્રાથમિક અને પાયાના તબક્કાઓમાં શિક્ષણ મફત રહેશે. પ્રાથમિક શિક્ષણ ફરજિયાત રહેશે. વિશેષ વિઘાવિષયક અને વ્યવસાયી શિક્ષણ સામાન્યતઃ ઉપલબ્ધ રહેશે અને યોગ્યતાના ધોરણ પર ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાનો સર્વને સમાન અધિકાર રહેશે.
132
133(૨) માનવવ્યક્તિત્વના સંપૂર્ણ વિકાસ અને માનવહક્કો અને મૂળભૂત સ્વતંત્રતાઓ પ્રત્યેના માનને દઢિભૂત કરવા તરફ શિક્ષણનું લક્ષ રાખવામાં આવશે. બધાં રાષ્ટ્રો, જાતિ અથવા ધાર્મિક સમૂહો વચ્ચે તે સમજ, સહિષ્ણુતા અને મૈત્રી બઢાવશે અને શાંતિની જાળવણી માટેની સંયુકત રાષ્ટ્રોની પ્રવૃત્તિઓને આગળ ધપાવશે.
134
135(૩) પોતાનાં બાળકોને કયા પ્રકારનું શિક્ષણ આપવું તે પસંદ કરવાનો પ્રથમ અધિકાર માબાપોને રહેશે.
136અનુચ્છેદ ૨૭:
137
138(૧) કોમના સાંસ્કૃતિક જીવનમાં છૂટથી ભાગ લેવાનો, કલાઓનો આનંદ માણવાનો અને વૈજ્ઞાનિક પ્રગતિ અને તેના લાભોમાં ભાગીદાર થવાનો દરેક વ્યક્તિને અધિકાર છે.
139
140(૨) વૈજ્ઞાનિક, સાહિત્યિક અથવા કલાત્મક સર્જન જેનાં તે પોતે કર્તા હોય તેમાંથી ઊભાં થતાં નૈતિક અને ભૌતિક હિતોના રક્ષણ માટેનો દરેક વ્યક્તિનો અધિકાર છે.
141અનુચ્છેદ ૨૮:
142
143આ ઘોષણામાં રજૂ કરવામાં આવેલા અધિકારો અને સ્વતંત્રતાઓ જેમાં સંપૂર્ણતયા સિદ્ધ થઇ શકે તેવી સામાજિક અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા માટે દરેક વ્યક્તિ અધિકારી છે.
144અનુચ્છેદ ૨૯:
145
146(૧) જે કોમમાં જ તેના વ્યક્તિનો સ્વતંત્ર અને સંપૂર્ણ વિકાસ શકય છે તે તે કોમ પ્રત્યે દરેક વ્યક્તિને ફરજે બજાવવાની હોય છે.
147
148(૨) દરેક વ્યક્તિ પોતાના અધિકારો અને સ્વતંત્રતાઓના અમલની બાબતમાં તે માત્ર બીજાઓના અધિકારો અને સ્વતંત્રતાઓના યોગ્ય સ્વીકાર અને સન્માનની સલામતીના હેતુ માટે અને લોકશાહી સમાજમાં નીતિ, જાહેર વ્યવસ્થા અને સામાન્ય સુખ માટેની વ્યાજબી જરૂરિયાતો પૂરી પાડવાના હેતુ માટે કાયદાએ નકકી કરેલી એવી મર્યાદાઓને આધીન રહેશે.
149
150(૩) કોઇપણ પ્રસંગે આ અધિકારો અને સ્વતંત્રતાઓ સંયુકત રાષ્ટ્રના હેતુઓ અને સિદ્ધાંતોની વિરુદ્ધ અમલમાં મૂકી શકાશે નહિ.
151અનુચ્છેદ ૩૦:
152
153આ ઘોષણામાં રજૂ થપેલા કોઇપણ અધિકારો અને સ્વતંત્રતાઓનો નાશ કરવા માટેની કોઇ પ્રવૃત્તિમાં રોકાવાનો અથવા કોઇ કાર્ય કરવાનો કોઇ રાજ્ય, સમૃહ કે વ્યક્તિને અધિકાર પ્રાપ્ત થાય છે એવો કોઇપણ અર્થ આ ઘોષણાનો કરવાનો નથી.
154